
ગીર સોમનાથ, 5 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ ખાતે બુધવારે વેરાવળ સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુ નાનક જયંતિની શોભાયાત્રા નીકળેલ. જેનું ક્રિષ્ના ટ્રાવેલર્સ એસ.ટી બસ સ્ટેન્ડ પાસે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઇ મોહનભાઈ કુહાડા ખારવા સમાજના અગ્રણી તેમજ રેયોન કામદાર સંઘ દ્વારા સિંધી સમાજના પ્રમુખ લાલાભાઈ તથા તમામ આગેવાનોનું ફુલહાર તેમજ ઠંડા પીણાથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ભગવાન ગુરુ નાનકજી આખ્યાનને ફૂલહાર કરી પ્રાર્થના કરવામાં આવેલ.
આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ હોળી એસોસિયન ના પ્રમુખ હીરાભાઈ વધાવી, ખારવા સમાજના મંત્રી નારણભાઈ , વેરાવળ શહેર ભાજપ ઉપ પ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી, રીયોન કામદાર સંઘના જનરલ સેક્રેટરી ભરતભાઈ મહેતા, સેક્રેટરી દાઢુભાઈ ઉપપ્રમુખ રમેશભાઈ ભુપતા, હેંડોપ કારોબારી કેવલભાઈ મકવાણા, તથા તમામ કારોબારી સદસ્ય તેમજ ખારવા સમાજના તમામ આગેવાન ઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ