પોરબંદર જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : “વંદે માતરમ” ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારની અધ્યક્ષતામાં “વંદે માતરમ@150”ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લા પંચાયત ખાતે વિવિધ કચેરીઓન
પોરબંદર જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં “વંદે માતરમ્”ના મૂળ સ્વરૂપનું સમૂહગાન.

પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : “વંદે માતરમ” ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમારની અધ્યક્ષતામાં “વંદે માતરમ@150”ની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લા પંચાયત ખાતે વિવિધ કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓની ઉપસ્થિતિમાં “વંદે માતરમ્” ગીતના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત સર્વેએ 'સ્વદેશી અપનાવો'ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.

આ સમૂહગાનમાં જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી એલ વાઘાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ડી.બી.મહેતા, કાર્યપાલક ઇજનેર પિયુષ સિગરખીયા,જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande