
જુનાગઢ 12 માર્ચ (હિ.સ.) મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મેંદરડા તાલુકાના મિલેટ-મેળા-૨૦૨૬ના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેદરડાના ગઢાળી ગામે પટેલ સમાજ ખાતે યોજાનાર મિલેટ મેળો હવે મેંદરડાના દાત્રાણા ગામના પટેલ સમાજ ખાતે તા.૧૩-૩-૨૦૨૬ના રોજ યોજાશે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાના ૯ તાલુકમાં મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તાલુકા કક્ષાએ તા.૧૩મી માર્ચે મિલેટ મેળો યોજાનાર છે. તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ