અમલસાડી ગામે પીએમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
સુરત, 14 માર્ચ (હિ.સ.)-આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પલસાણા તાલુકાના અમલસાડી ગામે પીએમ કિસાન ઉત્સવ દિનની ઉજવણી કરવામાં આવી. તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
અમલસાડી ગામે પીએમ કિસાન ઉત્સવ દિન નિમિત્તે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો


સુરત, 14 માર્ચ (હિ.સ.)-આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પલસાણા તાલુકાના અમલસાડી ગામે પીએમ કિસાન ઉત્સવ દિનની ઉજવણી કરવામાં આવી. તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તેમજ મિલેટ મેળાનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પોષણપ્રદાન મિલેટ ધાન્યના ઉપયોગ અંગે જાગૃતિ ફેલાવવાનો તેમજ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમમાં આશરે 600થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. કૃષિ અને કૃષિ સંલગ્ન વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા ખેડૂતોને નવી ટેકનોલોજી, પાક ઉત્પાદન અને કૃષિ સંબંધિત યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પલસાણા તાલુકાના 2439 ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તા રૂપે પ્રતિ ખેડૂત રૂ. 2000ની સહાય સીધી જમા કરવામાં આવી હતી.

આ પ્રસંગે કૃષિ અને બાગાયત વિભાગના અધિકારીઓએ પ્રાકૃતિક કૃષિના ફાયદા, મિલેટ પાકોના ઉત્પાદન, પોષણમૂલ્ય અને ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના 22મા હપ્તાની રકમ ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી, જેનું લાઈવ પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે અગ્રણીઓ શૈલેષભાઈ પટેલ, આનંદ પટેલ, જય વશી, બાગાયત અને વિસ્તરણ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande