પોરબંદર ખાતે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટાઉન હોલ બેઠકનું આયોજન કરાયું
પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ (MSME વિભાગ) દ્વારા હોટેલ લોર્ડ્સ ઈન, પોરબંદરમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે એક ટાઉન હોલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનો હેતુ MSME ક્ષેત
પોરબંદર ખાતે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટાઉન હોલ બેઠકનું આયોજન કરાયું.


પોરબંદર ખાતે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટાઉન હોલ બેઠકનું આયોજન કરાયું.


પોરબંદર ખાતે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ટાઉન હોલ બેઠકનું આયોજન કરાયું.


પોરબંદર, 7 નવેમ્બર (હિ.સ.) : ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ (MSME વિભાગ) દ્વારા હોટેલ લોર્ડ્સ ઈન, પોરબંદરમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે એક ટાઉન હોલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

કાર્યક્રમનો હેતુ MSME ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો સુધી બેન્કિંગ સુવિધાઓ, સરકારી યોજનાઓ અને માર્ગદર્શિકાઓની માહિતી પહોંચાડવી તથા બેન્કો અને ઉદ્યોગકારો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો હતો. બેઠકનું ઉદ્ઘાટન ભારતીય રિઝર્વ બેંકના પ્રાદેશિક નિદેશક અમરેશ રંજન દ્વારા કરવામાં આવ્યુ અને તેમણે પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે “MSME ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થાની રીઢ છે.આશરે 6 કરોડ MSME એકમો દેશના GDP નો એક તૃતિયાંશ હિસ્સો પૂરું પાડે છે અને લાખો લોકોને રોજગાર આપે છે. સરકાર અને બેન્કો મળીને આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા દિશામાં સતત પ્રયત્નશીલ છે.બજેટ 2025-26માં MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધારવા, ડિજિટલાઇઝેશન અને ક્ષમતા નિર્માણ માટે ₹23,000 કરોડથી વધુનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

તેમણે આગળ કહ્યું કે “2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવામાં MSME ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે.રિઝર્વ બેંક MSME ઉદ્યોગકારોને નાણાકીય સાક્ષરતા, ડિજિટલ સાધનો અને નવી બેન્કિંગ સુવિધાઓ સાથે જોડવા સતત પ્રયત્નશીલ છે.

બેઠકમાં મુખ્તાર સિંહ (મુખ્ય મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા) અને રાજેશ પુષ્પાંગધન (ઉપ મહાપ્રબંધક, SBI) એ MSME ક્ષેત્ર પર બેન્કોની દૃષ્ટિ રજૂ કરી હતી.પોરબંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર ડી. આર. પરમારે ગુજરાત સરકારની MSME પહેલો વિશે માહિતી આપી, જ્યારે પ્રેમ સાય બિસ્વાલ (SIDBI) એ SIDBIની વિવિધ યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

સિરાજ બઘથરિયા (CED પોરબંદર) એ ઉદ્યોગસાહસ વિકાસ કેન્દ્રની યોજનાઓનું વર્ણન કર્યું, જ્યારે RBIના અધિકારીઓએ MSME સંબંધિત તાજેતરના માર્ગદર્શનો અને સાયબર સુરક્ષા વિષય પર રજૂઆત કરી હતી.

કાર્યક્રમમાં RSETI ઉદ્યોગકારોએ પોતાની સફળતાની વાત કરી હતી સત્રના અંતે પ્રશ્નોત્તરી (Q&A) અને પ્રતિસાદ સત્ર યોજાયુ હતું અને RBI ટીમના આભાર વિધાન સાથે કાર્યક્રમનો પૂર્ણ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande