
- આરોગ્ય મોડેલ
વિકાસને ટેકો આપવા માટે 4 લાખ અમેરીકી
ડોલર આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી
નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) અમેરિકન ટેકનોલોજી જાયન્ટ ગુગલએ મંગળવારે,
ભારતના કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને ટકાઉ
શહેરોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેન્ટર્સ ઓફ એક્સેલન્સ માટે 8 મિલિયન અમેરિકી ડોલરના ભંડોળની જાહેરાત કરી
છે. તેણે ભારતના આરોગ્ય મોડેલ વિકાસને ટેકો આપવા માટે 4લાખ અમેરિકી ડોલર
આપવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.
એક નિવેદનમાં, કંપનીએ જણાવ્યું હતું કે,” ગુગલ આરોગ્ય અને કૃષિ માટે
બહુભાષી એઆઇ-સંચાલિત
એપ્લિકેશનોને ટેકો આપવા માટે, વઢવાનીએઆઇને 45 લાખ યુએસ ડોલર પ્રદાન
કરી રહ્યું છે. ગુગલજ્ઞાની.એઆઇ, કોરોવર.એઆઇ અને ભારતઝેનને ભારતીય ભાષાઓ
માટે ઉકેલો પૂરા પાડતા, મોડેલો બનાવવા માટે 50,000 અમેરિકી ડોલર અનુદાન પણ પ્રદાન કરી રહ્યું છે.”
ગુગલએ કહ્યું કે,” આ જાહેરાતો ભારતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ઇકોસિસ્ટમને
મજબૂત કરવા માટે શ્રેણીબદ્ધ નવા સહયોગ અને ભંડોળ પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરે
છે.” અમેરિકી કંપનીએ કહ્યું, ગુગલ એ ભારત માટે આરોગ્ય મોડેલો બનાવવા માટે મેળગેમમ્મા નો
ઉપયોગ કરીને, નવા સહયોગને ટેકો આપવા માટે 400,000 અમેરિકી ડોલરની જાહેરાત કરી છે.
ગુગલે જણાવ્યું હતું કે,” અજના લેન્સ ઓલ ઈન્ડિયા
ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) ના નિષ્ણાતો સાથે સહયોગ કરશે જેથી ત્વચારોગવિજ્ઞાન અને
બહારના દર્દીઓની સારવારમાં, ભારત-વિશિષ્ટ એપ્લિકેશનોને ટેકો આપી શકાય તેવા મોડેલો
વિકસાવવામાં આવે.” કંપનીએ જણાવ્યું હતું કે,” ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી) ના સંશોધકો, એઆઇ નિષ્ણાતો અને
ક્લિનિશિયનો વ્યાપક ક્લિનિકલ એપ્લિકેશનો માટે એઆઇ મોડેલોના ઉપયોગની
શોધ કરશે.”
વધુમાં, તેના સમાવિષ્ટ એઆઇ કાર્યસૂચિને આગળ વધારવા માટે, ગૂગલે આઇઆઇટી બોમ્બે ખાતે એક
નવું ભારતીય ભાષા ટેકનોલોજી સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવા માટે 2૦ લાખ અમેરિકી
ડોલરના પ્રારંભિક યોગદાનની જાહેરાત કરી છે. ગૂગલે જણાવ્યું હતું કે,” આ પહેલનો
હેતુ ભારતની ભાષાકીય વિવિધતાને અનુરૂપ વૈશ્વિક પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ