
મંડ્યા (કર્ણાટક), નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, આજે કર્ણાટકના માંડ્યા જિલ્લાના માલવલ્લીમાં આયોજિત શિવરાત્રી શ્રી શિવયોગીઓના 1066મા જન્મજયંતિ સમારોહમાં ભાગ લેશે.
રાષ્ટ્રપતિ બપોરે 3:15 વાગ્યે માલવલ્લી શહેરમાં શાંતિ કોલેજની સામે આયોજિત ફોરમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. સુત્તુર મઠના શિવરાત્રી દેશિકેન્દ્ર સ્વામીજીના નેતૃત્વમાં, આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાત દિવસનો આ કાર્યક્રમ 22 ડિસેમ્બરે પૂર્ણ થશે. રાષ્ટ્રપતિના આગમનને ધ્યાનમાં રાખીને માલવલ્લી અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આશરે 30 એકરમાં જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામી, મંત્રી ચાલુવરયાસ્વામી અને ધારાસભ્ય નરેન્દ્ર સ્વામી સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર/રાકેશ મહાદેવપ્પા/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ