
પોરબંદર, 17 ડિસેમ્બર (હિ.સ.)ગુ જરાત રાજ્યમાં સાઇબર ક્રાઇમના નાણાં માટે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર શખ્સોને ગુજરાત પોલીસ શોધી શોધી ગુના દાખલ કરી રહી છે ત્યારે પોરબંદર પોલીસની સાઇબર ક્રાઇમની ટિમ મ્યુલ એકાઉન્ટની તપાસમાં હતી એ દરમિયાન જાણવા મળ્યું હતું કે, એસ.બી.આઈ.ના બેન્ક એકાઉન્ટમાં 6 સાઇબર ક્રાઇમ સંબંધિત ફરિયાદો જોવા મળી છે.આ એકાઉન્ટ માંથી 7.5 લાખ રૂપિયા જમા થયા બાદ શખ્સોએ ઉપાડી લેતા સાઇબર ક્રાઇમ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
ગુજરાત રાજયમાં થઇ રહેલ સાયબર ફોડના બનાવોને રોકવા તેમજ બનતા અટકાવવા ના હેતુથી ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થયેલ વિડીયો કોન્ફરન્સમાં રાજયના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયેલ જેના સંદર્ભે ચેક વિડ્રો તથા ATM વિડ્રોનો ડેટા એક્ષેલ ફાઇલમાં બિડાણ સ્વરૂપે ઈ-મેઇલ મારફતે ગર્વમેન્ટ ઓફ ગુજરાત હોમ ડીપાર્ટમેન્ટ તરફથી પોરબંદર જીલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ‘ઓપરેશન મ્યુલ હન્ટ' હાથ ધરવામાં આવેલ જેમાં બી.યુ. જાડેજા સાહેબ પોલીસ અધીક્ષક પોરબંદરનાઓ તથા ઋતુ રાબા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગનાઓની સુચના મુજબ મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI બેંક એકાઉન્ટ વિરૂધ્ધમાં અલગ-અલગ રાજયોમાંર્થી કૂલ-06 કંપ્લેઇન દાખલ થયેલ હોય. અને રૂા.7,50,000/- જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક ધારક અને સહઆરોપીઓ દ્વારા ઉપાડી લીધેલ હોય. જેથી તા.14/12/2025 ના રોજ પોરબંદર સાયબર ક્રાઈમ પો.સ્ટે. ની ક. 317(2), 317(4), 317(5). 318(4) તથા આઈ.ટી. એકટ 2000 ની કલમ 6ક(ડી) મુજબ ગુન્હો બેંક એકાઉન્ટ ધારક તથા તેને મદદકરનાર સહઆરોપીઓ વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની દાખલ કરવામાં આવેલ અને આ ગુન્હાની તપાસ સાયબર કાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એસ.આર. ચૌધરી દ્વારા સંભાળેલ અને ગણતરીના કલાકોમાં બેંક એકાઉન્ટ ધારક અક્ષય કુમારભાઇ ચુડાસમા તથા સહઆરોપીઓ જીગર મધુભાઇ શિરોયા તથા ચિન્ટુ ઉર્ફે કારો હરેશભાઈ યુડાસમાને શોધી ગુન્હાના કામે અત્યાર સુધીમાં 3 આરોપીઓને અટક કરી આગળની પુછપરછ અને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya