છત્તીસગઢના સુકમા એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓ માર્યા ગયા
રાયપુર, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): છત્તીસગઢના સુકમા જિલ્લાના ગોલાપલ્લી વિસ્તારના જંગલોમાં આજે સવારથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રારંભિક માહિતી અનુસાર, એક મહિલા નક્સલી સહિત ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે, જ્યારે ઘણા અન્ય ઘ
સુકમા પોલીસ અધિક્ષક કાર્યાલય


રાયપુર, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): છત્તીસગઢના સુકમા જિલ્લાના ગોલાપલ્લી વિસ્તારના જંગલોમાં આજે સવારથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રારંભિક માહિતી અનુસાર, એક મહિલા નક્સલી સહિત ત્રણ નક્સલીઓ માર્યા ગયા છે, જ્યારે ઘણા અન્ય ઘાયલ થયા હોવાની આશંકા છે. સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે, એન્કાઉન્ટર અને ત્રણ નક્સલીઓના મોતની પુષ્ટિ કરી છે.

સુકમા પોલીસ અધિક્ષકના કાર્યાલય અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓ કિસ્ટારામ એરિયા કમિટીના સભ્યો હતા, જેમાં માડવી જોગા ઉર્ફે મુન્ના ઉર્ફે જગત એસીએમ, સોઢી બંડી એસીએમ અને મહિલા નક્સલી નુપ્પો બજની એસીએમ નો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની ડીઆર ટીમે જંગલને ઘેરી લીધું છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. એન્કાઉન્ટર દરમિયાન બંને બાજુથી સમયાંતરે ગોળીબાર થઈ રહ્યો છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, ઓપરેશન ચાલુ છે અને વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande