પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત રજુ કરીને, આધ્યાત્મિક શક્તિના ગુણો પર સંદેશ આપ્યો
નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): જીવનમાં સદ્ગુણોના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધર્મ, સત્ય, ન્યાય, કાર્ય કુશળતા અને મધુર વ્યવહાર જેવા ગુણો આંતરિક બળ પ્રદાન કરે છે અને ક્યારેય નિરાશ થવા દેતા નથી. પ્રધાનમંત્રીએ સોશિયલ મ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.): જીવનમાં સદ્ગુણોના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ધર્મ, સત્ય, ન્યાય, કાર્ય કુશળતા અને મધુર વ્યવહાર જેવા ગુણો આંતરિક બળ પ્રદાન કરે છે અને ક્યારેય નિરાશ થવા દેતા નથી.

પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, જે વ્યક્તિ કર્તવ્યનિષ્ઠ છે, નૈતિક મૂલ્યોનું પાલન કરે છે, પોતાના કાર્યમાં દક્ષ છે અને જેનો વ્યવહાર શિષ્ઠ અને નમ્ર છે, તે મુશ્કેલ જીવનની પરિસ્થિતિઓમાં પણ સંતુલન જાળવી રાખે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આવા ગુણો વ્યક્તિને આધ્યાત્મિક બળ અને માનસિક સ્થિરતા પ્રદાન કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande