


ગોધરા, 19 ડિસેમ્બર (હિ.સ.) ગિરનાર ની પરિક્રમા, નર્મદા ની પરિક્રમા બાદ પાવાગઢ ની પરિક્રમા પણ ઐતિહાસિક કહેવાય છે અને કહેવાય છે કે વર્ષો પહેલા પાવાગઢ ખાતે પરિક્રમા નું અનોખું મહત્વ હતું જે મુઘલ ના સામ્રાજ્ય દરમિયાન બંધ થઈ ગયેલ જે આઝાદી બાદ છેલ્લા દસ વર્ષ થી ફરી શરૂ કરવા મા આવેલ છે અને આજે દસમી પાવાગઢ પરિક્રમા પ્રારંભ કરવા મા આવેલ છે,પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે વાઘેશ્વરી માતાજી ના મંદિરે થી શરૂ થતી ઐતિહાસિક કહી શકાય એવી બે દિવસીય પાવાગઢ પરિક્રમાની શરૂઆત હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને તાજપુરા નારાયણ ધામ ના મહંત લાલા બાપુ મહારાજ, તેમજ પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી. સવારે વહેલા વાઘેશ્વરી માતાજી ના મંદિરે પુજા આરતી કરી પરિક્રમા નો પ્રારંભ કરાયો પાવાગઢ પરિક્રમાને કોરોના કાળ બાદ કરતા સતત દસ વર્ષથી આયોજિત કરવામાં આવી રહી છે આ વર્ષે પરિક્રમા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને વહેલી સવાર થી જ હજારોની સંખ્યામાં ભક્તો પંચમહાલ સહિત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત ના વિવિધ સ્થળોથી શ્રદ્ધાળુઓ જોડાયા. ગીર પરિક્રમા બાદ ખૂબ જ મહત્વની ગણવામાં આવતી પાવાગઢ ની આ ૩૨ કિલોમીટરની પરિક્રમાં ઐતિહાસિક ગણવામાં આવે છે. જે બે દિવસય હોય છે આજ ની પરિક્રમા તાજપુરા ખાતે રોકાણ કર્યા બાદ આવતીકાલે તેની પરિક્રમા પુર્ણ કરશે
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ