કોડીનાર ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રાઓ ઝોન કક્ષાએ રસ્સા ખેંચમાં ઝળકી
ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) : કોડીનાર ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાની અંડર -17 બેહનો માટેની રસ્સા ખેંચ સ્પર્ધામાં કોડીનાર પાલિકા સંચાલિત મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલની_ દિકરીઓની ટીમે ભાવનગર ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર
કોડીનાર ગર્લ્સ હાઈસ્કૂલની છાત્રાઓ ઝોન કક્ષાએ રસ્સા ખેંચમાં ઝળકી


ગીર સોમનાથ, 19 ડિસેમ્બર (હિ.સ.) : કોડીનાર ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ઝોન કક્ષાની અંડર -17 બેહનો માટેની રસ્સા ખેંચ સ્પર્ધામાં કોડીનાર પાલિકા સંચાલિત મ્યુ. ગર્લ્સ હાઈસ્કૂલની_ દિકરીઓની ટીમે ભાવનગર ખાતે યોજાયેલ ઝોન કક્ષાની સ્પર્ધામા પ્રથમ નંબર મેળવી કોડીનાર શહેર અને શાળા પરિવાર નું ગૌરવ વધારેલ છે. ટીમના કોચ રણજીતભાઈ રાઠોડ અને ટીમના મેનેજર જગમાલભાઈ જાદવને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande