પોરબંદરમાં ઇનોવેટિવ ગ્રૂપ ઓફ આર્ટિસ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ
પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : કલાનગરી પોરબંદરમાં ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર તથા લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલામાં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી ઈન્દ્રધનુ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવ
ઇનોવેટિવ ગ્રૂપ ઓફ આર્ટિસ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ.


ઇનોવેટિવ ગ્રૂપ ઓફ આર્ટિસ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ.


ઇનોવેટિવ ગ્રૂપ ઓફ આર્ટિસ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ.


ઇનોવેટિવ ગ્રૂપ ઓફ આર્ટિસ દ્વારા ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાઈ.


પોરબંદર, 19 ડિસેમ્બર (હિ.સ.) : કલાનગરી પોરબંદરમાં ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટ, પોરબંદર તથા લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલામાં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી ઈન્દ્રધનુ મેગા ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા,પર્યાવરણ,મારું શહેર સ્વચ્છ શહેર તથા ગ્લોબલ વોર્મિંગ જેવા વિવિધ વિષયો પર ધોરણ-1 થી કોલેજના વિદ્યાર્થીઓ તથા 18 વર્ષ થી ઉપરના કુલ 100પ સ્પર્ધકોને પોતાની કલ્પનાઓ ને રંગ પીંછીથી અદભૂત ચિત્રો બનાવી ઉપસ્થિત મહાનુભાવો તથા વાલીઓને અભિભૂત કર્યા હતા.

આ પ્રસંગે સ્પર્ધામાં જુદા જુદા ગ્રુપમાં વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં શહેરના સુપ્રસિદ્ધ ડો.ઉર્વિશ મલકાનના તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટી રમાબહેન મહેતા, ઈનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલિયા તથા પોરબંદર જિલ્લાના સંસ્કાર ભારતીના અધ્યક્ષ કરશનભાઈ ઓડેદરા ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર, દિનેશ પોરિયા, સમીર ઓડેદરા, દિપક વિઠલાણી, રણજીતસિંહ સિસોદિયા, ધારા જોષી, વત્સલ કિશોર, નંદિની કિશોરએ જહેમત ઉઠાવી હતી. આ સ્પર્ધામાં વિજેતાઓને ગો ટુ સ્ટેશનરી દ્વારા પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો હતો.

લિટલ મિલેનિયમ પ્રી સ્કૂલના ચેરપરસન અદિતિ બી સુત્રેજા તથા ભરતભાઈ સુત્રેજા અને સંસ્થાના પ્રિન્સિપાલ, સ્કૂલના સ્ટાફ તથા સિનિયર એડવોકેટ ભરતભાઈ લાખાણીએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમનું સુચારુ સંચાલન ચંદ્રેશ કિશોર તથા લુલુ દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande