
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે 19 ડિસેમ્બર, 2025ના રોજ “માનસિક સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સપ્તધારાની વ્યાયામ-ખેલકૂદ અને યોગધારા તેમજ NTF સમિતિના સંયુક્ત ઉપક્રમે, કૉલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદ સરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં 11 અધ્યાપકો અને 46 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પાટણના પતંજલિ ચિકિત્સાલયના મેડિકલ ઓફિસર ડૉ. હેતલ બી. પ્રજાપતિએ વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે “યોગઃ ચિત્તવૃત્તિનિરોધઃ”ની વ્યાખ્યાને સરળ ભાષામાં સમજાવી, માનસિક સ્વાસ્થ્ય માટે યોગના વ્યવહારુ લાભો વિશે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે પ્રા. સંજય પટેલ દ્વારા વક્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને PTI ડૉ. જાગૃતિ પ્રજાપતિએ પરિચય આપ્યો હતો. સપ્તધારા કન્વીનર ડૉ. ખુશ્બુ પ્રતિક મોદી, કોઓર્ડિનેટર ડૉ. જાગૃતિ પ્રજાપતિ અને NTF કોઓર્ડિનેટર ડૉ. અમર ચક્રવર્તીના સંકલનથી કાર્યક્રમ સફળ રહ્યો. સંચાલન ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીએ કર્યું અને આભારવિધિ ડૉ. આરતી પ્રજાપતિએ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ