
જામનગર, 19 ડિસેમ્બર (હિ.સ.) જામનગરના નિલકંઠ પાર્કમાં રહેતા ખાનગી નોકરી કરતા યુવાનને સસ્તામાં આઇફોન આપવાનું કહીને ૩ શખ્સોએ ધમકાવી મુંઢ ઇજા કરી રોકડ અને મોબાઇલ મળી ૨૨ હજારનો મુદામાલ પડાવી લીધાનો મામલો પોલીસમાં પહોચ્યો છે.
જામનગરના ઢીચડા રોડ, નિલકંઠ પાર્કમાં રહેતા મુળ ગ્વાલીયર એમપીના વતની અભિષેક ઉમાશંકરભાઇ શર્મા નામના યુવાનને સસ્તામાં આઇફોન આપવા માટેનું કહીને આરોપી મહિપાલસિંહે પોતાની સાથે આઠમાળીયા આવાસ ચોથા માળે ઘરે લઇ જઇ અન્ય આરોપીઓએ એક સંપ કરી મદદગારી કરી ફરીયાદીને મુંઢ માર માર્યો હતો.
ઉપરાંત ઇલેકટ્રીક શોક આપવાનો ભય બતાવીને ધમકાવી બળજબરીથી ફરીયાદીનો ૫ હજારની કિંમતનો મોબાઇલ તથા ગુગલ પે તેમજ રોકડા મળી 17300 સહિત કુલ 22300 પડાવી લીધા હતા. અભિષેકભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં મહિપાલસિંહ કંચવા, ફીરોજ તથા રવિ નામના ૩ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવવમાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt