


ગોધરા,19 ડિસેમ્બર (હિ.સ.) પંચમહાલ ના સાંસદ રાજપાલ સિંહ જાદવ દ્વારા આજે દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ દાહોદ–ગોધરા–ડાકોર–અમદાવાદ–ગાંધીનગર તથા ગોધરા–લુણાવાડા–મોડાસા–શામળાજી–ઉદયપુર સુધી નવી પેસેન્જર ટ્રેન શરૂ કરવા તથા ગોધરાના કાંસુડી રેલવે સ્ટેશનના વિસ્તૃતિકરણ માટે રજૂઆત કરી.
આ બંને ટ્રેનો શરૂ થવાથી લોકસભા મતવિસ્તારના પ્રજાજનોને વિશાળ લાભ મળશે અને ડાકોર અને શામળાજી જતા લાખો શ્રદ્ધાળુઓ ને આ સેવાનો વિશેષ લાભ મળશે. રેલ મંત્રી એ તમામ મુદ્દાઓ પર ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ