સિદ્ધપુર પોલીસે રાજસ્થાનના પિંડવાડાથી કુખ્યાત ગરાસીયા ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો.
પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર પોલીસે રાજસ્થાનના પિંડવાડાથી કુખ્યાત ગરાસીયા ગેંગના મુખ્ય આરોપી લાડુરામ ઉર્ફે માલજી ચૌહાણને ઝડપી પાડ્યો છે. આ ગેંગ ગુજરાત અને રાજસ્થાનના જૈન દેરાસરો તથા મંદિરોને નિશાન બનાવતી હતી. લાડુરામ પાટણ, ભરૂચ, સુરત, અમદાવ
સિદ્ધપુર પોલીસે રાજસ્થાનના પિંડવાડાથી કુખ્યાત ગરાસીયા ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો.


સિદ્ધપુર પોલીસે રાજસ્થાનના પિંડવાડાથી કુખ્યાત ગરાસીયા ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો.


પાટણ, 19 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર પોલીસે રાજસ્થાનના પિંડવાડાથી કુખ્યાત ગરાસીયા ગેંગના મુખ્ય આરોપી લાડુરામ ઉર્ફે માલજી ચૌહાણને ઝડપી પાડ્યો છે. આ ગેંગ ગુજરાત અને રાજસ્થાનના જૈન દેરાસરો તથા મંદિરોને નિશાન બનાવતી હતી. લાડુરામ પાટણ, ભરૂચ, સુરત, અમદાવાદ અને વલસાડ સહિતના જિલ્લાઓમાં નોંધાયેલા 8 ગુનાઓમાં વોન્ટેડ હતો.

PI જે.બી. આચાર્ય અને PSI જે.આર. શુક્લાના માર્ગદર્શન હેઠળ ASI રાહુલકુમાર, HC કાળુભાઈ, કરણસિંહ, અત્રિભાઈ, દેવેન્દ્રસિંહ અને જીતેન્દ્રસિંહની ટીમને ચોક્કસ બાતમી મળતા રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડવાડા ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જેના વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં BNSS કલમ 72 મુજબ વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ચાણસ્મા, નબીપુર, કરજણ, કોઠ, કામરેજ, ઉમરેઠ અને વલસાડ રૂરલ વિસ્તારમાં આવેલા દેરાસરો અને મંદિરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. તે અગાઉ રાજસ્થાનના પાલી જિલ્લા તેમજ ભાવનગરના પાલીતાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. હાલ સિદ્ધપુર પોલીસે તેની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande