રાધનપુર-મસાલી-મઘાપુરા રાજ્ય ધોરીમાર્ગ પર 1.50 કિલોમીટર લાંબા વિકાસપથના કામને રૂ. 10 કરોડની વહીવટી મંજૂરી
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં રાધનપુર-મસાલી-મઘાપુરા રાજ્ય ધોરીમાર્ગ પર 1.50 કિલોમીટર લાંબા વિકાસપથના કામને રૂ. 10 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સરકારના પત્ર દ્વારા મંજૂરી મળ્યા બાદ હાલ આ પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા
રાધનપુર-મસાલી-મઘાપુરા રાજ્ય ધોરીમાર્ગ પર 1.50 કિલોમીટર લાંબા વિકાસપથના કામને રૂ. 10 કરોડની વહીવટી મંજૂરી


પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં રાધનપુર-મસાલી-મઘાપુરા રાજ્ય ધોરીમાર્ગ પર 1.50 કિલોમીટર લાંબા વિકાસપથના કામને રૂ. 10 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સરકારના પત્ર દ્વારા મંજૂરી મળ્યા બાદ હાલ આ પ્રોજેક્ટ ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને ટૂંક સમયમાં વર્ક ઓર્ડર જારી કરવામાં આવશે.

આ માર્ગ રાધનપુર-મહેસાણા રાજ્ય ધોરીમાર્ગને પાલનપુર-કંડકા નેશનલ હાઈવે સાથે જોડે છે અને રાધનપુરના શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે. માર્ગ અને મકાન રાજ્ય વિભાગના રાધનપુર પેટા વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવશે.

પ્રોજેક્ટ અંતર્ગત સી.સી. રોડ સાથે બંને તરફ અન્ડરગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર ડ્રેઇન તથા રાહદારીઓ માટે 1 મીટર પહોળી ફૂટપાથ બનાવાશે. આ કામ પૂર્ણ થતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે અને રાધનપુર તાલુકા તેમજ જોડાયેલા ગામોમાં વાહનવ્યવહાર વધુ સુલભ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande