
પાટણ, 20 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં વિવિધ વિભાગોને લગતા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
કલેકટર તુષાર ભટ્ટે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલી માંગણીઓ તેમજ નાગરિકોની અરજીઓનું તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી. વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી તેમનો ઝડપી નિકાલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો.
બેઠકમાં માર્ગ અને મકાન, પંચાયત, રેલવે, આરોગ્ય, વન, યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા થઈ. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ તમામ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ