
ગીર સોમનાથ, 20 ડિસેમ્બર (હિ.સ.) ઊના પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળ આવતા દેલવાડા ગામે, શ્રી રાધા કૃષ્ણ ગૌ મંદિરમાં પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત, જન જાગૃતિ અર્થે શેરી નાટક સહ સેફ્ટી સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ઊના પીજીવીસીએલ અધિકારી મયુરભાઈ વિરાભાઈ બાંભણીયા, એમ.એન. જાદવ અન્ય કર્મચારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ હિરેન વીરાભાઈ બાંભણીયા, ગૌશાળા તરફથી કલ્પેશ એન. બ્રહ્મભટ સહિત હાજર રહ્યાં હતા. સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, આગેવાનોએ યોજના અંગેની માહિતી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ