
- 15 ફ્લાઇટ્સ કેન્સલ અને 24 ફ્લાઇટ ડિલે થઈ
અમદાવાદ, 20 ડિસેમ્બર (હિ.સ.) શિયાળુ હવામાનના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે,રોજ બરોજ ફ્લાઇટ કેન્સલ થવાની અને ડિલે થવાની ઘટનાઓ બની રહી છે ત્યારે અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ઝપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની 15 ફ્લાઈટ કેન્સલ અને 24 ડીલે થઈ હતી.
દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે.
દિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 15 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 24 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ઘટાડો થતાં અસર
ફ્લાઇટ્સ કેન્સલ અને મોડું થવાને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે. એરલાઈન્સ દ્વારા ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે.
બીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ