શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો
-રાજકોટના અમરેલી ગામે 3 વર્ષમાં 33 એકરમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે -હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન કરાયું -કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને સંલગ્ન સુવિધાઓ એક જ સ્થળે
શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો


શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો


શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો


શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો


શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો


-રાજકોટના અમરેલી ગામે 3 વર્ષમાં 33 એકરમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણ પામશે

-હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન કરાયું

-કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને સંલગ્ન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે

-દર્દીઓને મુંબઈ,દિલ્હી,અમદાવાદ,ચેન્નાઇ જવાની જરૂર નહી પડે વર્લ્ડ ક્લાસ સારવાર કેન્સર હોસ્પિટલમાં મળશે

ભરૂચ 20 ડિસેમ્બર (હિ.સ.) શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ 20 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ હોસ્પિટલનું નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે. અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.

ખાસ કરીને સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે. ગરીબ દર્દીઓને તમામ જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા રહેશે. તો સાથે જ, એ દર્દીઓને મુંબઈ,દિલ્હી,અમદાવાદ,ચેન્નાઇ જવાની જરૂર નહી પડે વર્લ્ડ ક્લાસ સારવાર કેન્સર હોસ્પિટલમાં મળશે.

કેન્સર હોસ્પિટલના પ્રેઝન્ટેશન કાર્યક્રમ દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના સિદ્ધાંત સાથે કામ કરવા જઈ રહી છે. ઘણી હોસ્પિટલમાં જોયા પછી તમામ ખાસિયતો સુવિધાઓનું મનોમંથન કરી માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. દર્દીનારાયણને કેન્સરની બીમારીના ઇલાજ માટે અન્યત્ર કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ, ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ અર્થે બહાર નહીં જવું પડે તે માટે વિદેશોમાં મેન્યુફેક્ચરિંગ કરેલ મોંઘીદાટ અને બીમારીના ઇલાજ માટે આવશ્યક કિંમતી મશીનરી સારવાર માટે વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. સમાજના દરેક વર્ગને કેન્સર હોસ્પિટલનો લાભ મળશે.કેન્સરના દર્દીઓનો ઇલાજ થશે તેની સાથે કેન્સર રિલેટેડ રિસર્ચ પણ કરી શકાશે. હોસ્પિટલ ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીની સાથે આવેલા પરિવારજનોને પણ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ રહેશે. કેન્સર હોસ્પિટલ ખાતે એજ્યુકેશન હેતુ માટે ઓડીટોરીયમ, મેડીટેશન હોલ બનશે.

પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેએ જણાવ્યું હતું કે, ભારત ભરમાં સૌથી વધુ કેન્સરના કેસ નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે. જ્યારે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો, 1 લાખની વસ્તીમાં 60 થી 70 જેટલા વ્યક્તિઓમાં કેન્સરની બીમારી જોવા મળતી હોય છે. જ્યારેપશ્ચિમી દેશોઅમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રતિ લાખ વ્યક્તિએ 360 જેટલા દર્દીઓ કેન્સરના મળી આવે છે. ત્યારે આગામી સમયમાં ખોડલધામ દ્વારા નિર્માણાધિન કેન્સર હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવશે, જેથી અહીં આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી શકે. ખોડલધામ દ્વારા નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલ રાજકોટ-સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેમના માર્ગદર્શનમાં બનાવવામાં આવી રહી છે તેવા પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવે દ્વારા અત્યાર સુધીમાં ટાટા ગ્રુપની 10 જેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમજ દેશના વડાપ્રધાન અને વારાણસીથી સાંસદ નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande