પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રી મોદીએ બ્રહ્મપુત્ર ક્રૂઝ પર 25 તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે, વાર્તાલાપ કર્યો
ગુવાહાટી,નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ક્રૂઝ પર આસામના 25 તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે, વાર્તાલાપ કર્યો હતો. વાર્ષિક પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓ સાથે
નમો


ગુવાહાટી,નવી દિલ્હી, 21 ડિસેમ્બર

(હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ક્રૂઝ પર

આસામના 25 તેજસ્વી

વિદ્યાર્થીઓ સાથે, વાર્તાલાપ કર્યો હતો. વાર્ષિક પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓ સાથે

પ્રધાનમંત્રીના પરંપરાગત વાર્તાલાપથી આ અનોખું સ્થળ અલગ હતું.

વાર્તાલાપ પછી, મોદી ગુવાહાટીના પશ્ચિમ બોરાગાંવમાં શહીદ સ્મારક વિસ્તારમાં

આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ગયા. ત્યારબાદ તેઓ ડિબ્રુગઢ જિલ્લાના નામરૂપ

જશે, જ્યાં તેઓ 12.7 લાખ મેટ્રિક ટન

ખાતર પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ પ્રદેશમાં ખાતર, ઉત્પાદનને મજબૂત

બનાવવા અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે.

આ મુલાકાત 20 ડિસેમ્બરે ગુવાહાટીમાં, લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ

આંતરરાષ્ટ્રીય વિમાનમથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યાના, એક દિવસ પછી

આવી છે. સમારોહ દરમિયાન, તેમણે ટર્મિનલ

સંકુલના પ્રવેશદ્વાર પર આસામના પ્રથમ મુખ્યમંત્રી ભારત રત્ન લોકપ્રિય ગોપીનાથ

બોરદોલોઈની પ્રતિમાનું અનાવરણ કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande