કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લામાં મહેસુલી સુધારાઓની ચુસ્તપણે અમલવારી
જૂનાગઢ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારે નાગરિકોની સરળતા માટે સમયાંતરે જરૂરી મહેસુલી સુધારાઓ કર્યા છે, તેની જૂનાગઢ જિલ્લામાં કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ચુસ્તપણે અમલવારી કરાવી છે. રાજ્ય સરકારના મહેસુલી સુધારાઓના પગલે ખાસ જેમને સાંથણીમાં મળેલી
કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લામાં મહેસુલી સુધારાઓની ચુસ્તપણે અમલવારી


જૂનાગઢ, 21 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્ય સરકારે નાગરિકોની સરળતા માટે સમયાંતરે જરૂરી મહેસુલી સુધારાઓ કર્યા છે, તેની જૂનાગઢ જિલ્લામાં કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ચુસ્તપણે અમલવારી કરાવી છે.

રાજ્ય સરકારના મહેસુલી સુધારાઓના પગલે ખાસ જેમને સાંથણીમાં મળેલી જમીન છે તેવા ખેડૂતોને તેનો સીધો ફાયદો થયો છે, આ ખેડૂતોની કોઈપણ અરજી વગર તેમની જમીન સુઓમોટો રીતે જૂની શરતમાં પરિવર્તિત થઈ છે. સાથે જ સાંથણીની જમીન બિનખેતી કરવા માટે ભરવા પડતા લાખો રૂપિયાના પ્રીમિયમ ભરવામાંથી મળી મુક્તિ મળી છે.

જૂનાગઢ જિલ્લામાં કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મહેસુલી તંત્રના પ્રો- એક્ટિવ અભિગમથી કુલ ૧૨૯૧ સર્વે નંબરોમાં અરજદારો પાસેથી કોઈપણ પ્રકારની અરજી લીધા વિના સુઓમોટો રીતે સાંથણીની નવી શરતની જમીનોને જૂની શરતમાં ફેરવવા માટે હુકમો કરવામાં આવ્યાં છે. સાથે જ આ જમીનને બિનખેતી હેતુમાં ફેરવવા માટે જે લાખો રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડતું હતું તે ભરવામાંથી પણ મુક્તિ મળી છે.

સરકારી પડતર જમીનો લાભાર્થીઓને નવી અને અવિભાજય શરતે સાંથણીમાં ફાળવવામાં આવે છે અને ૧૫-વર્ષ પૂર્ણ થયેથી આવી જમીનો નિયમોનુસાર જુની શરતમાં ફેરવવામાં આવતી હોય છે અને બીનખેતીના કિસ્સામાં પ્રીમીયમ વસુલ લેવામાં આવતુ હોય છે. મહેસૂલ વહીવટના કાયદાઓને વધુ સરળ બનાવવાના ભાગરૂપે સરકારના મહેસુલ વિભાગના તા.૮/૪/૨૦૨૫ ના ઠરાવ ક્રમાંક: નશજ/૧૦૨૦૨૫/૫૬૬/જ થી મહાનગર પાલિકાઓ તથા શહેરી વિકાસ સત્તામંડળો સિવાયની તમામ જમીનો જુની શરતની ગણાશે તેમજ પ્રીમીયમ પણ ભરવાનુ રહેશે નહી તેવું ઠરાવેલ છે. જે અન્વયે જે જમીનની ફાળવણીને ૧૫-વર્ષ પૂર્ણ થયેલ હોય તેવી તમામ જમીનો સંબંધે ખરાઈ કરાવી જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૨૯૧ સર્વે નંબરોમાં અરજદારો પાસેથી કોઈપણ પ્રકારની અરજી લીધા વિના સુઓમોટો જમીન જુની શરતમાં ફેરવવા હુકમ કરવામાં આવ્યો હોય, જેથી આવા તમામ કેસોમાં ખાતેદારોને પ્રીમીયમ ભરવામાંથી મુકિત મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande