પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ
પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અન્વયે
પોરબંદર જિલ્લામાં મતદાર યાદી સુધારણાનો બીજો તબક્કો શરૂ


પોરબંદર, 21 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અન્વયેની પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી આગામી તા.19/12/2025 ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. હવે બીજા તબક્કાની કામગીરીમાં તા.19/12/2025થી તા.18/1/2026 દરમ્યાન હક, દાવા અને વાંધા અરજીઓ રજુ કરી શકાશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને તા.17/2/2026 ના મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

આ અંગે પોરબંદર જિલ્લાના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી અંતર્ગત ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે.

આ પ્રથમ તબક્કામાં પોરબંદર જિલ્લાના કુલ 5,01,743 મતદારો પૈકી 4,34,924 મતદારોના જરૂરી આધાર પુરાવા સાથે મતગણતરી ફોર્મ પરત મળ્યા છે. પણ પરત મળેલા કુલ 434924મતદારો પૈકીના જિલ્લામાં 28133 મતદારોના નામ 2002 ની મતદાર યાદીમાં મેપિંગ થયેલા નથી. આ 28133 મતદારોને તા 19/12/2025થી શરૂ થયેલા ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીના બીજા તબક્કામાં મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા માટે જાણ કરવામાં આવશે.

જિલ્લા કલેક્ટર એ જણાવ્યું હતું કે, તા.19/12/2025 ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ મતદાર યાદીમાં 28133 મતદારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ આ મતદારો સુનાવણી દરમ્યાર તેમને જરૂરી આધાર પુરાવાઓ સાથે સાંભળવામાં આવશે અને આ તકે જરૂરી આધાર પુરાવાઓ રજૂ નહીં કરી શકે તો તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું પ્રથમ તબક્કાની ખાસ મતદાર યાદી માટે ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીમાં જિલ્લામાંથી 66800 મતદારો મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર ન મળવા સહિતના અન્ય કારણોસર તેમના ઈએફ ફ્રોમ મળ્યાં નથી તેમના નામ પ્રથમ પ્રસિદ્ધ થનાર ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આવા 66800 મતદારોના નામની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર,ceo (મુખ્ય નિર્વાચીન અધિકારીની વેબસાઈટ) પર અને રાજકીય પક્ષોને પણ બુથ વાઇઝ નામોની યાદી આપવામાં આવી છે.

આ પૈકીનો કોઈપણ નાગરિક જો તે મતદાર હોય અને મતદાર યાદીમાં પોતાનું નામ ચાલુ રાખવા માગતાં હોય તેવા મતદારો તા.19/12/2025 થી શરૂઆત થયેલ બીજા તબક્કામાં અરજી, વાધો કે હક્ક રજુ કરી શકશે.

વધુમાં તેમણે નાગરિકોના 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા નામો,મતદારો મૃત્યુ, કાયમી સ્થળાંતર, હાજર મળી આવ્યા નથી તેવા મતદારો તા.19/12/2025 થી તા તા.18/1/2026 સુધીમાં તેમણે આધાર પુરાવા રજુ કરવા અને સાંભળવાની તક આપવામાં આવશે. અને સાથે સાથે બીજા તબક્કાની કામગીરીમાં તા.1/1/2026 ની સ્થિતિએ 18 પૂર્ણ કરનાર યુવાઓ તેમના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવી શકશે

વધુમાં 66800 મતદારોના જેમના નામ મતદાર યાદીમાં નથી તેમને ફોર્મ નંબર 6 ભરીને દાખલ કરાવવા અપીલ કરી હતી તેમજ નામ દાખલ કરવા અને કમી કરવા અને એડ્રેસ બદલાવા સહિતની બીજા તબક્કાની કામગીરીમાં કરવામાં આવશે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સંદિપ જાદવ, ચૂંટણી મામલતદાર હર્ષદ પરમાર, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિત જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande