
જુનાગઢ, 21 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઓસ્ટિન એન્જિનિયરીંગ કંપની લી., ગોપીનાથ મોટર્સ પ્રા.લી., રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની લી. તથા એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ કંપની જૂનાગઢ બ્રાંચ ખાતે હેલ્પર, સેલ્સ એક્ઝ્યુકેટીવ, લાઇફ પ્લાનિંગ ઓફિસર, મેનેજર એડવાઇઝર કે પાર્ટનરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એસ.એસ.સી થી સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે સ્વ-રોજગાર શિબિર તથા ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા પાર્થ એકેડેમી વાડલા ફાટક પાસે, વાડલા રોડ ખાતે તા.૨૪/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર અધિકારી એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ