ઉપરાષ્ટ્રપતિ આજે અટલ બિહારી વાજપેયીની, 100મી જન્મજયંતિ નિમિત્તે ઇન્દોરમાં શૂન્ય થી શતક સુધીના કાર્યક્રમમાં હાજરી આપશે
ઇન્દોર,નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાતે ઇન્દોર આવી રહ્યા છે. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત-રત્ન, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે આયોજ
અટલ


ઇન્દોર,નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી.

રાધાકૃષ્ણન આજે મધ્યપ્રદેશની એક દિવસની મુલાકાતે ઇન્દોર આવી રહ્યા છે. તેઓ

ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત-રત્ન, સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે

આયોજિત શૂન્ય થી શતક સુધીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જેમાં મધ્યપ્રદેશના

રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં ચાર વિદ્વાનોને, અટલ એવોર્ડથી સન્માનિત

કરવામાં આવશે. અટલ ફાઉન્ડેશનના પ્રમુખ માલા વાજપેયી તિવારીએ જણાવ્યું હતું કે,” આ

વર્ષે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ક્રમમાં, આજે વર્ષ પૂરું

થાય તે પહેલાં ઇન્દોરની ડેલી કોલેજના ધીરુભાઈ અંબાણી ઓડિટોરિયમમાં, એક ભવ્ય

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, રાજ્યપાલ મંગુભાઈ

પટેલ અને મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ શૂન્ય થી શતક વાળા શીર્ષકવાળા આ

કાર્યક્રમમાં ભાગ લેશે.”

તેમણે માહિતી આપી કે,” આ કાર્યક્રમ બપોરે ૩:૦૦ વાગ્યે

યોજાશે.”

આ કાર્યક્રમમાં બીએસએફ બેન્ડ વંદે માતરમ રજૂ કરશે. પ્રખ્યાત

કવિ સત્યનારાયણ સત્તન, ભૂતપૂર્વ

કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટીયા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ પસંદગી સમિતિના પસંદગીકાર સંજય

જગદાલે અને સાગરના પારંગ શુક્લાને અટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અટલજીના

જીવન પર કેન્દ્રિત, એક ટૂંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. અટલજીના સંસ્મરણો

પર આધારિત પુસ્તક સદા અટલ મહાગ્રંથ ના ત્રીજા સંસ્કરણનું કવર પેજ પણ

પ્રકાશિત કરવામાં આવશે. ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, અનેક રાજ્યોના

મંત્રીઓ અને સાંસદો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન બપોરે 2:2૦

વાગ્યે ઇન્દોર પહોંચશે અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપેયીની સ્મૃતિમાં

આયોજિત બપોરે 2:5૦ વાગ્યે ડેલી કોલેજના ધીરુભાઈ અંબાણી ઓડિટોરિયમમાં યોજાનાર

કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટથી સાંજે 4:15 વાગ્યે, નવી

દિલ્હી જવા રવાના થશે. રાજ્ય સરકારે ઉપરાષ્ટ્રપતિને વિદાય આપવા અને તેમનું સ્વાગત

કરવા માટે રાજ્યના જળ સંસાધન મંત્રી તુલસીરામ સિલાવટને મિનિસ્ટર-ઇન-વેઇટિંગ તરીકે

નિયુક્ત કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande