
ગીર સોમનાથ, 21 ડિસેમ્બર (હિ.સ.) : વેરાવળની સોમનાથ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી સી. પી. ચોક્સી આર્ટ્સ ઍન્ડ પી. એલ. ચોક્સી કોમર્સ કોલેજ ખાતે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઈડીઆઈ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. સેમિનારમાં ટીબીઆઈ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર સચિન પટેલ તથા પાર્થ વ્યાસે મહિલા ઉદ્યોગ સાહસિક્તાના અવસરો પડકારો અને સરકારી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ