
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાણી પુરવઠા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનામાં 23 ડિસેમ્બર, 2025ના રોજ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. આ કારણે ધરોઈ યોજનામાંથી પાણીનો પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.
આ કામગીરીની અસરરૂપે 24 ડિસેમ્બર, 2025ના રોજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ પ્રભાવિત થશે. સૈફીપુરા, દરબારગઢ અને રાજપુર વોટર વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં ખાસ કરીને પાણી પુરવઠામાં વિક્ષેપ રહેશે.
નગરપાલિકા દ્વારા આ સમયગાળા દરમિયાન બોરવેલના ઉપલબ્ધ સ્ટોરેજ મુજબ મર્યાદિત પાણી આપવામાં આવશે. તેથી નગરપાલિકાએ રહીશોને આગોતરા પાણીનો સંગ્રહ કરી રાખવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ