
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદરના રાતીયા ગામે નદી કાંઠેથી માનવ કંકાલ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે .પુરૂષનુ માનવ કંકાલ હોવાનુ જાણાવા મળી રહ્યુ છે રાતીયા ગામે ઘેડની સાંકળી નદીના કાંઠે માનવ કંકાલ જોવા મળતા જગુ દેવાશીભાઈ રાતીયાએ માધવપુર પોલીસને જાણ કરતા તે તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને માનવ કંકાલનો કબ્જો મેળવી અને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અજાણ્યા માણસનુ કંકાલ મળી આવતા માધવપુર પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે આકસ્મિક રીતે કે અન્ય કોઈ કારણોસર મોત થયુ છે તેમને લઈ તપાસ શરૂ કરવામ આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya