અમરેલીમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેપાર ઉદ્યોગ સંમેલન યોજાયું
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેપાર ઉદ્યોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વેપારીઓ, ઉદ્યોગકારો તથા પાર્ટીના આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. સંમ
અમરેલીમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેપાર ઉદ્યોગ સંમેલન યોજાયું


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત વેપાર ઉદ્યોગ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વેપારીઓ, ઉદ્યોગકારો તથા પાર્ટીના આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. સંમેલનનો મુખ્ય હેતુ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ, વેપાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે અનેક લોકહિતકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેના કારણે દેશ આત્મનિર્ભરતાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સુંદર અને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, સ્વદેશી ઉત્પાદન અને રોજગાર સર્જન પર ભાર મૂક્યો હતો. સમગ્ર સંમેલન ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે નવી દિશા આપતું સાબિત થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande