પાટણ-ઊંઝા માર્ગ પર બાલીસણા પાસે ચારમાર્ગીય કેનાલ બ્રિજનું નિર્માણ શરૂ થશે
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાટણ-ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર બાલીસણા નજીક નવા ચારમાર્ગીય કેનાલ બ્રિજના નિર્માણ માટે રાજ્ય વિભાગે 22 જાન્યુઆરી, ના રો 2000 લાખના ખર્ચે વહીવટી મંજૂરી આપી છે. પ્રોજેક્ટ હેઠળ માર્ગની સાંકળ 48/850 થી 48/950 પર બે બ્રિજ બના
પાટણ-ઊંઝા માર્ગ પર બાલીસણા પાસે ચારમાર્ગીય કેનાલ બ્રિજનું નિર્માણ શરૂ થશે


પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) પાટણ-ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર બાલીસણા નજીક નવા ચારમાર્ગીય કેનાલ બ્રિજના નિર્માણ માટે રાજ્ય વિભાગે 22 જાન્યુઆરી, ના રો 2000 લાખના ખર્ચે વહીવટી મંજૂરી આપી છે.

પ્રોજેક્ટ હેઠળ માર્ગની સાંકળ 48/850 થી 48/950 પર બે બ્રિજ બનાવાશે. નવા બ્રિજમાં 14 મીટરના બે સ્પાન અને 30 મીટરના એક સ્પાન, 2 પીઅર અને 2 એબટમેન્ટની કામગીરી, 10.5 મીટર પહોળાઈનું કેરેજવે અને 1.5 મીટર પહોળો ફૂટપાથનો સમાવેશ થાય છે.બ્રિજના પાટણ અને ઊંઝા તરફના એપ્રોચ રોડની લંબાઈ લગભગ 200 મીટર હશે. પીઆર.સી. ગર્ડર, સોલિડ સ્લેબ, એપોક્સી પેઇન્ટિંગ અને સ્કાવર પ્રોટેક્શન સહિતની કામગીરી લાંબા ગાળાના ટકાઉપણું માટે કરવામાં આવશે.વર્ક ઓર્ડર 29 સપ્ટેમ્બરના રોજ મહેસાણા સ્થિત અક્ષર કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે. માટીકામ અને પીઅર કેપ કાસ્ટિંગની કામગીરી ચાલી રહી છે અને પ્રોજેક્ટ 28 સપ્ટેમ્બર,2026 સુધી પૂર્ણ થવાની અપેક્ષા છે. બ્રિજના નિર્માણથી વાહનચાલકો માટે સુરક્ષિત અને સુગમ મુસાફરી સુલભ થશે, ટ્રાફિક સરળ રહેશે અને માર્ગની સુવિધામાં વધારો થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande