
પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમા બાઉન્ડ્રી બાંધવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન બે માથાભારે શખ્સોએ બાઉન્ડ્રી વોલ બાંધવાની કામગીરી બંધ કરાવી અને રૂ.10 લાખની ખંડણી માંગી હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોધાઈ છે. પોરબંદરના કે આર સી નામની ફુડની કંપની ચલાવતા તુષાર કરશનભાઈ ચામડીયા નામનો યુવાનો જાવર રોડ પર આવેલા પોતાના કે આર સી નામના કાયદેસરના પ્લોટમા બાઉન્ડ્રી વોલ બાંધવાની કામગીરી કરાવી રહ્યો હતો દરમ્યાન કમલેશ જેઠલાલ કોટીયા ત્યાં ધસી ગયા હતા. પ્લોટના માલિક તુષારભાઈને ભુંડી ગાળો આપી અને ભીખુભાઈ ઉર્ફે ભીખુ દાઢી વેલજીભાઈ લોઢારી નામની ધમકી આપી અને કામ ચાલુ રાખવુ હોય તો રૂ. 10 લાખની ખંડણી માંગી હતી. આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya