
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) સોનલ બીજના પવિત્ર અવસરે ચાણસ્મા પંથકમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ સોઢવ આવેલા રામાપીર મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડ્યા. હારીજ-ચાણસ્મા હાઈવે પર 'જય અલખ ધણી, જય રામાપીર'ના નાદથી માહોલ ભક્તિમય બની ગયો હતો.
દર અજવાળી બીજે રાજ્યભરના રામાપીર મંદિરોમાં ભક્તો પૂરી શ્રદ્ધા સાથે આશીર્વાદ મેળવવા અને શીશ ઝુકાવવા ઉમટે છે. સોઢવ પાટિયા સામે આવેલાં રામાપીર મંદિરમાં મનોકામના પૂર્ણ થતાં બીજ ભરવાનું મહત્વ છે.
આ અનુક્રમે, સોમવારે સોનલ બીજ નિમિત્તે ચાણસ્મા પંથકમાંથી પદયાત્રીઓ સોઢવ રામાપીર મંદિરે રવાના થયા હતા. 'જય રામાપીર, જય અલખ ધણી'ના નાદ સાથે હાઈવે ભક્તિમય જશ્નથી ગુંજી ઉઠ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ