સાંતલપુર તાલુકાના પર ગામમાં વીજપોલ ત્રણ મહિના પહેલા ધરાશાયી: પાંચ દિવસમાં બદલવાની ખાતરી આપી
પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના પર ગામમાં જાડેજા બહાદુરસિંહના ઘરની સામેનો વીજપોલ ત્રણ મહિના પહેલા ધરાશાયી થયો હતો. તેમણે વારાહી વિદ્યુત બોર્ડમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી, પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી. જાડેજા બહાદુરસિંહે મહેસાણ
સાંતલપુર તાલુકાના પર ગામમાં વીજપોલ ત્રણ મહિના પહેલા ધરાશાયી: પાંચ દિવસમાં બદલવાની ખાતરી


પાટણ, 22 ડિસેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકાના પર ગામમાં જાડેજા બહાદુરસિંહના ઘરની સામેનો વીજપોલ ત્રણ મહિના પહેલા ધરાશાયી થયો હતો. તેમણે વારાહી વિદ્યુત બોર્ડમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી, પણ કોઈ કાર્યવાહી થઈ નહોતી.

જાડેજા બહાદુરસિંહે મહેસાણા વિદ્યુત બોર્ડને ઈ-મેલ દ્વારા પણ વિજપોલ બદલવા માટે રજૂઆત કરી, પરંતુ સમસ્યા યથાવત રહી. આથી તેમણે સ્થાનિક કચેરીના અધિકારીઓનો સીધો સંપર્ક કર્યો.

વારાહિ વિદ્યુત બોર્ડના અધિકારીઓએ હવે આવતા પાંચ દિવસમાં વીજપોલ બદલવાની ખાતરી આપી છે. ટેલિફોનિક વાતચીતમાં પણ અધિકારીએ વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવાનું કહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande