અમરેલીમાં પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ
અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : સ્થાનિક જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ પ્રશ્નો અને પડકારોને લઈને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ રૂપે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પરિસંવાદમાં હિતધારકો, આરોગ્ય અ
અમરેલીમાં પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ યોજાઈ


અમરેલી, 22 ડિસેમ્બર (હિ.સ.) : સ્થાનિક જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ પ્રશ્નો અને પડકારોને લઈને આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત અમરેલી દ્વારા પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ રૂપે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પરિસંવાદમાં હિતધારકો, આરોગ્ય અધિકારીઓ, તબીબો, આશા બહેનો, તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પરિસંવાદમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

પરિસંવાદ દરમિયાન જિલ્લામાં પ્રવર્તમાન જાહેર આરોગ્ય સમસ્યાઓ, માતા-શિશુ આરોગ્ય, કુપોષણ, સંક્રમક રોગો, સ્વચ્છતા, પીવાના પાણીની ગુણવત્તા તેમજ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જનસ્વાસ્થ્ય મજબૂત બનશે તો જ સમાજ સ્વસ્થ બનશે અને સરકાર આરોગ્ય સેવાઓને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ મજબૂત બનાવવા સતત પ્રયાસ કરી રહી છે.

આ પરિસંવાદમાં મળેલા સૂચનો અને ચર્ચાના આધારે આવનારા સમયમાં આરોગ્ય સેવાઓમાં સુધારાઓ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ જિલ્લાની આરોગ્ય વ્યવસ્થાને નવી દિશા આપતી મહત્વપૂર્ણ પહેલ બની રહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande