પી. પી. સવાણી પરિવારની અનોખી પહેલ: 133 પિતૃછાયા વિહોણી દીકરીઓને લગ્નબંધનમાં બાંધી સમાજને માનવતાનો સંદેશ
સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.) સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતી માનવતાભરી પરંપરા આ વર્ષે પણ યથાવત રહી. પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે આયોજિત ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ કુલ 133 દીકરીઓએ નવા જીવનની શરૂઆત ક
સુરત


સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.) સુરતમાં પી. પી. સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતી માનવતાભરી પરંપરા આ વર્ષે પણ યથાવત રહી. પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓ માટે આયોજિત ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવમાં 20 અને 21 ડિસેમ્બરના રોજ કુલ 133 દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી.

આ બે દિવસીય સમારોહના બીજા દિવસે રવિવારે એક ખ્રિસ્તી યુગલ સહિત કુલ 56 જોડાંઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ દરેક દીકરીના પિતા બની તેમના માથે આશીર્વાદનો હાથ રાખ્યો અને જીવનભર જવાબદારી નિભાવવાની ભાવુક ખાતરી આપી.

સમૂહ લગ્ન હોવા છતાં દરેક દીકરીને વ્યક્તિગત પ્રસંગ જેવી અનુભૂતિ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા વિદાય સમયે સર્જાયેલા ભાવનાત્મક દૃશ્યોએ હાજર સૌ કોઈને ભાવવિભોર કરી દીધા હતા.

આ પ્રસંગે સમાજના અગ્રણી આગેવાનો, મહાનુભાવો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પી. પી. સવાણી પરિવારની આ પહેલ માત્ર લગ્ન મહોત્સવ નહીં પરંતુ સમાજમાં સંવેદના, સમાનતા અને માનવતાનો અનોખો સંદેશ બની રહી.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande