ડીમાર્ટથી ખરીદી કરી પરત ફરી રહેલા દંપતીને ટ્રકની ટક્કર, પતિ સામે જ પત્નીનું મોત
વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.)-દમણના સોમનાથ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ડીમાર્ટમાંથી ખરીદી કરીને ઘરે પરત ફરી રહેલા દંપતીને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. ટ્રકની જોરદાર ટક્કરથી પત્નીને ગંભીર ઇજા પહોંચતાં પતિની નજર સામે જ તેનું મોત થયુ
Accident


વલસાડ, 24 ડિસેમ્બર (હિ.સ.)-દમણના સોમનાથ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ડીમાર્ટમાંથી ખરીદી કરીને ઘરે પરત ફરી રહેલા દંપતીને એક બેફામ ટ્રકે અડફેટે લીધા હતા. ટ્રકની જોરદાર ટક્કરથી પત્નીને ગંભીર ઇજા પહોંચતાં પતિની નજર સામે જ તેનું મોત થયું હતું.

અકસ્માત બાદ સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande