વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અકસ્માત નિવારણ અંગે સમજૂતી અપાઈ ઓપન હાઉસ સેશનમાં ડ્રાઈવર્સ-સ્ટાફને માર્ગદર્શન અપાયું
ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અવારનવાર સેમિનાર તેમજ વિવિધ જાગૃતિ કાર્યક્રમો થકી જનજાગૃતિના કાર્યક્રમ થતાં રહે છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ અંગે સમજૂતી આપવામાં આવી હતી. એસ.ટી. ડેપો ખાતે ઓપન હાઉસ સેશન યોજી અને ડ્રાઇવર , ક
વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અકસ્માત નિવારણ અંગે સમજૂતી અપાઈ


ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ એસ.ટી. ડેપો ખાતે અવારનવાર સેમિનાર તેમજ વિવિધ જાગૃતિ કાર્યક્રમો થકી જનજાગૃતિના કાર્યક્રમ થતાં રહે છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ અંગે સમજૂતી આપવામાં આવી હતી.

એસ.ટી. ડેપો ખાતે ઓપન હાઉસ સેશન યોજી અને ડ્રાઇવર , કંડકટર અને મિકેનિક સ્ટાફને સમજૂતી આપવામાં આવી હતી. ખાસ તો ડ્રાઇવર ભાઈઓને ડ્રાઇવિંગ કરતી વખતે રાખવામાં આવતી કાળજી, બે વાહનો વચ્ચેનું અંતર, ચાલુ ફરજે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ગતિ મર્યાદા, બ્લેક સ્પોટ, જોખમી નદી-નાળા, જોખમી વળાંક વગેરે બાબતે અંગે રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તમામ કર્મચારીઓને સફાઈ બાબતે એસ.ટી. ડેપો તેમજ બસમાં અને સ્વછતા રાખવા બાબતે પણ કાળજી લેવા જણાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande