
ગીર સોમનાથ 24 ડિસેમ્બર (હિ.સ.) સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં રોડ-રસ્તાના નિર્માણની કામગીરી પુરજોશમાં છે. જિલ્લાના છેવાડાના ગામમાં પણ પાકા અને આધુનિક રસ્તાનું નિર્માણ થાય તે માટે આયોજન હાથ ધરાયું છે.આવા જ એક ઉપક્રમમાં ગીર ગઢડા સી.સી.રોડ બનાવવામાં આવ્યો તાલુકાના ફાટસર ગામે . માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના ઉના પેટા વિભાગ દ્વારા ફાટસર એપ્રોચ રસ્તા પર ફાટસર ગામે સી.સી. રોડનું
નિર્માણ કરવામાં આવ્યું છે. આ રોડના નિર્માણથી લોકોને કાયમી અને પાકો રસ્તો મળશે. સુગમતામાં વધારો થશે અને લોકોને આવવા-જવાની સગવડતામા વઘારો થશે ચોમાસા જેવી ઋતુમાં અગવડતા વગર સટસડાટ પોતાના સ્થળ પર ઝડપી પહોંચી શકશે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ