અંબાજીમાં ખાતર ડેપોમાં બનેલી ઉઘાડી લૂંટ ની ઘટના,
-24 કલાક થવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં , -ભીનું સંકેલવાની કાર્યવાહી થતા હોવાની ગંધ...- - ખાતર ડેપો મેનેજર એ ખાતરની એક બેગ 300 થી 350 માં વેચી હોવાની કરી હતી કબુલાત, પણ ખરેખર સરકારનો એક બેગ નો ભાવ 266 રૂપિયાને 50 પૈસા... અ
Ambaji ma khatar na kala bajari same koi karyavahi nahi


Ambaji ma khatar na kala bajari same koi karyavahi nahi


Ambaji ma khatar na kala bajari same koi karyavahi nahi


Ambaji ma khatar na kala bajari same koi karyavahi nahi


-24 કલાક થવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં ,

-ભીનું સંકેલવાની કાર્યવાહી થતા હોવાની ગંધ...-

- ખાતર ડેપો મેનેજર એ ખાતરની એક બેગ 300 થી 350 માં વેચી હોવાની કરી હતી કબુલાત, પણ ખરેખર સરકારનો એક બેગ નો ભાવ 266 રૂપિયાને 50 પૈસા...

અંબાજી 24 ડિસેમ્બર(હિ.સ)યાત્રાધામ

અંબાજી ખાતે છેલ્લા કેટલાક મહિનાઓથી ખાતર આવતું ન હતું જેને લઇ ખેડૂતોમાં ભારે રોષ

જોવા મળતો હતો એટલું જ નહીં લાંબા સમય બાદએક ગાડી ખાતરની આવતા ખેડૂતો તૂટી પડ્યા હતા, અને લાંબી

કતારો જોવા મળી હતી જ્યાં 500 થી 700 ખેડૂતોની

ભીડ લાગી હતી જોકે આ ખાતરના વિતરણ સંદર્ભે ₹300 થી 350 માં ખાતરની બેગો વેચી ઉઘાડી લુટ થતા

હોવાનું છતું થયું હતું જ્યાંખાતરના ડેપો

સંચાલકે મીડિયા કર્મીઓ પહોંચી જતા કેટલાક ખેડૂતોને જેના 350 લીધા હતા તેને ₹50 પરત કર્યા હતા પણ ખરેખર 300 નહીં 350 નહીં પણ સરકારનો ભાવ માત્ર ₹266 અને 50 પૈસાનો છે

જે જોતા એક બેગ ઉપર 70 થી 80 રૂપિયા વધુ

લેવાય હોવાનું જોવા મળી રહ્યું છે.

આમ અંબાજી

ખાતે લાંબા સમય બાદ આવેલા ખાતરને લઈને ખેતર ખેડૂતોને જાહેરમાં લુટાવા જેવી

પરિસ્થિતિ બની હતી જોકે 300 થી 350 રૂપિયા નો

ભાવ લેવા હોવાની ડેપો સંચાલકે કબુલાત કરી હતી અને તેમાં પણ વધુ ભાવ લેવા હોવાનું

જાણવા મળ્યું છે જ્યાં 266 ને 50 પૈસાનો ભાવ

હતો તો ખેડૂત ખાતર ડેપો મેનેજર 300 કે 350 કેવી રીતે લઈ શકાય ....?? જો કે આ

સમગ્ર ઘટનાને 24 કલાક ઉપરાંત થવા થયા હોવા છતાં હજી સુધી

કોઈએ કાર્યવાહી થઈ હોય તેવું લાગતું નથી અને બિન્દાસ પણે મેનેજર આ સમગ્ર મામલે

ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરી રહેવાનું જાણવા મળી રહ્યું છે તેમજ અલગ અલગ કચેરીઓ

જોઈએ અધિકારીઓને પણ સમજાવટ કરતા હોવાનું બહાર આવી રહ્યું છે, આ સમગ્ર ઘટના જોતા જે રીતે 300 અને 350 નો ભાવ લેવાયો છે ને ખેડૂતો મીડિયા સમક્ષ બોલ્યા છે તે આધાર

પુરાવા સાથે પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને ખાતર ડેપો મેનેજર એ પણ કબૂલાત કરી છે પૈસા

વધુ લીધા છે ને પરત પણ કર્યા છે તે પણ એક પુરાવો છે ને હજારો ખાતર ની બેગો નુ

વિતરણ પણ કરી દેવાયું હતું જેમાં ગણ્યા ગાંઠ્યા લોકો ને તેની સામે માત્ર 266 ને 50 રૂપિયા છે આ તમામ ડિફરન્ટ જોતા સરકારી

કચેરીઓ અને સરકારી અધિકારીઓએ તાત્કાલિક અસરથી આવશ્યક વસ્તુ ધારા હેઠળ કાળા બજારી

અને લૂંટ ચલાવવા બાબત અધિકારીઓ દ્વારા આ ખાતર સંચાલક સામે કાયદેસરની ફોજદારી

કાર્યવાહી કરવા સાથે લાયસન્સ રદ કરવા તેમજ જે સંચાલક છે તેને જેલ થાય તેવા પગલાં

ભરવા આકરા પગલા ભરવા માંગ કરી રહી છે.

જો આ કાર્યવાહીને કરવામાં આવે તો આગામી

સમયમાં ખેડૂતો આંદોલન કરે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તે ચર્ચાએ પણ જોર

પકડ્યું છે જોકે આ મામલે ખેતીવાડી અધિકારી સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું

કે, આ ખાતર ડેપોનું લાઇસન્સ તો રદ થશે અને અન્ય કાર્યવાહી હાથ ધરાસે, માત્રા હાલ તબક્કે આ ટેલિફોન ઉપર વાત થઈ રહી છે પણ કાયદેસરની

કાર્યવાહી કાગળ ઉપર ક્યારે થશે? એક

મોટોપ્રશ્ન જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande