
ગીર સોમનાથ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિની પ્રેરણા અને માર્ગદર્શનમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(UGC)ના નિયમો મુજબ અત્રેની યુનિવર્સિટીના સંશોધન વિભાગે વર્ષ-૨૦૨૫માં તા.15-12-2025 થી 24-12-2025 સુધી પીએચ.ડી. કોર્સવર્કનું આયોજન કરેલ. તે અંતર્ગત પરિસરના પાતંજલ યોગભવનમાં સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 29 જેટલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં.
અધ્યક્ષ તરીકે અત્રેની યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, બાહ્ય વિષય-નિષ્ણાંતરૂપે Assistant Professor, M. S. University, Barodaના ડૉ. યોગેશકુમાર ત્રિવેદી, Assistant Professor, M. S. University, Barodaના ડૉ. સુરેશભાઈ પટેલ, સંશોધન-પ્રકાશન વિભાગના પ્રભારી શોધનિર્દેશક ડૉ.પંકજકુમાર રાવલ તથા અન્ય અધિકારી, અધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર આયોજનમાં સભ્યસચિવ તરીકે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિકકુમાર પંડ્યા અને સહાયક તરીકે સંશોધન-પ્રકાશન વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ