

જૂનાગઢ, 24 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ ૨૭ અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો.
આ જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ ૨૭ ફરિયાદોની સંબંધિત વિભાગો તેમજ અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી એ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપી ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. તેમણે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી, સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે.
આ સ્વાગત કાર્યક્રમમાં ગૈાચરના દબાણ, પ્રોપર્ટી કાર્ડ બાબત, વીજ કનેકશનના નામ ફેરફાર બાબત, રસ્તો ખુલ્લો કરવા, જેવા પ્રશ્નોનોનુ નિવારણ થયુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ