રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ‘વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી – સુનો સબ Citizen… યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ‘વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી – સુનો સબ Citizen… યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહાત્મા ગાંધીજીના ઉચ્ચ વિચારોને જનસામાન્ય અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સુધી
રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ‘વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી – સુનો સબ Citizen… યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે ‘વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી – સુનો સબ Citizen… યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહાત્મા ગાંધીજીના ઉચ્ચ વિચારોને જનસામાન્ય અને ખાસ કરીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ગાંધીજીના જીવન અને વિચારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ગાંધીજીના આદર્શોને ઉજાગર કરતું ‘આયો લકીર એ મીટાયે’ નામનું નાટક રજૂ થયું, જેનાથી ઉપસ્થિત સૌ પ્રભાવિત બન્યા હતા.

આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ ભવાનભાઈ ચૌધરી, શાળાના સુપરવાઇઝર પરાગ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન નરેશભાઈ બારોટ અને સતિષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ગાંધી વિચારોને ગામડે ગામડે પહોંચાડનાર ડંકેશભાઈ ઓઝા, ભારતીબેન ઓઝા અને રમેશભાઈ વૈષ્ણવની હાજરી નોંધપાત્ર રહી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande