અમરેલીમાં FPOના માધ્યમથી ઇફકો દ્વારા, ખેડૂતોના ટ્રેક્ટર-લારીઓનું પેઇન્ટિંગ કરાયું
અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO)ના સહયોગથી ઇફકો દ્વારા ખેડૂતો માટે એક અનોખી અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના ટ્રેક્ટર સાથે જોડાયેલી લારી
અમરેલીમાં FPOના માધ્યમથી ઇફકો દ્વારા ખેડૂતોના ટ્રેક્ટર-લારીઓનું પેઇન્ટિંગ કરાયું


અમરેલી,24 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO)ના સહયોગથી ઇફકો દ્વારા ખેડૂતો માટે એક અનોખી અને ઉપયોગી પહેલ હાથ ધરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ખેડૂતોના ટ્રેક્ટર સાથે જોડાયેલી લારીઓનું પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોની ટ્રેક્ટર-લારીઓને દૃશ્યમાન અને સુરક્ષિત બનાવવાનો હતો. ઘણી વખત ટ્રેક્ટર-લારીઓ રાત્રિના સમયે અથવા ધૂળ-ધુમ્મસમાં સ્પષ્ટ દેખાતી ન હોવાના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોય છે. પેઇન્ટિંગ દ્વારા લારીઓ વધુ ચમકદાર અને ઓળખાય તેવી બનતાં માર્ગ સલામતીમાં વધારો થાય છે.

અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી લી. (FPO)ના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, ખેડૂતોના હિતમાં આવા નાના પરંતુ અસરકારક પ્રયાસો બહુ મહત્વના છે. ઇફકોના સહયોગથી કરાયેલા આ પેઇન્ટિંગ કાર્યથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આ સુવિધાનો લાભ લીધો.

ખેડૂતોએ પણ આ પહેલને આવકારતા જણાવ્યું કે, ટ્રેક્ટર-લારીઓનું પેઇન્ટિંગ થતાં વાહન વધુ સુરક્ષિત બન્યું છે અને સાથે સાથે તેનું દેખાવ પણ સુંદર બન્યું છે. ઇફકો અને FPO દ્વારા લેવામાં આવેલી આ પહેલને અમરેલી જિલ્લાના ખેડૂત સમુદાય માટે એક પ્રશંસનીય પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande