
સુરત, 24 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં ગર્ભવતી મહિલાને લૂંટના બનાવે હચમચાવી નાંખ્યા હતા. આરોપીએ દિવસ દરમિયાન મહિલાના ઘરે ઘૂસી તેની આંખોમાં મરચું નાખી દીધું હતું, જેના કારણે મહિલા બેભાન જેવી હાલતમાં આવી ગઈ હતી. આ તકનો લાભ લઈ આરોપીએ ઘરેણાં અને રોકડ રકમ લૂંટી ફરાર થયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધ્યો હતો અને CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ મોબાઇલ લોકેશનના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સુરત છોડીને હિમાચલ પ્રદેશના મનાલી તરફ ભાગી ગયો હતો. અંતે પોલીસે ત્યાંથી આરોપીને ઝડપી સુરત લાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે