પાટણ ડિવિઝનમાં 40,969થી વધુ વીજ કનેક્શનોને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત
- સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદો મોબાઈલ એપ દ્વારા લાઈવ ટ્રેકિંગ પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓ વચ્ચે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) એ સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટ મીટર ગ્રાહકોના હિતમાં છે. ટેકનો
પાટણ ડિવિઝનમાં  40,969થી વધુ વીજ કનેક્શનોને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત, સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદો મોબાઈલ એપ દ્વારા લાઈવ ટ્રેકિંગ


- સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદો મોબાઈલ એપ દ્વારા લાઈવ ટ્રેકિંગ

પાટણ, 24 ડિસેમ્બર (હિ.સ.) : સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓ વચ્ચે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) એ સ્પષ્ટ કર્યું છે કે સ્માર્ટ મીટર ગ્રાહકોના હિતમાં છે. ટેકનોલોજીના નવા યુગમાં હવે ગ્રાહકોને વીજ વપરાશના ચોક્કસ આંકડા સાથે લાઈવ મોનિટરિંગની સુવિધા મળશે. પાટણ ડિવિઝનમાં અત્યાર સુધીમાં 40,969થી વધુ વીજ કનેક્શનોને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે.

પાટણ શહેરમાં 500થી વધુ GEB કર્મચારીઓના ઘરોમાં તેમજ સરકારી કચેરીઓ, સરકારી વસાહતો અને કોર્પોરેટરોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હવે રાજકીય પક્ષોના મોટા નેતાઓ અને ધારાસભ્યોના ઘરોમાં પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

પાટણ UGVCLના કાર્યપાલક ઈજનેર વી.એચ. પરમારે જણાવ્યું કે સ્માર્ટ મીટર અંગેની મુંઝવણો પાયાવિહોણી છે. નવા મીટર જૂના મીટરના જ સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને વીજ દરોમાં કોઈ વધારો થયો નથી. વાયરિંગમાં લીકેજ હશે તો મીટર એલર્ટ આપશે, જેથી વીજ બગાડ અટકાવી શકાય. સરકારના નિયમ મુજબ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાથી ગ્રાહકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

સ્માર્ટ મીટરના મુખ્ય ફાયદામાં મોબાઈલ એપ દ્વારા લાઈવ ટ્રેકિંગ, મીટર રીડરની ભૂલથી મુક્ત ચોક્કસ બિલિંગ અને સંપૂર્ણ ટ્રાન્સપરન્સીનો સમાવેશ થાય છે. ગ્રાહક પોતે વીજ વપરાશનું વિશ્લેષણ કરી વીજ બચત કરી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande