અરવલ્લી પર્વતમાળાના સમર્થનમાં જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇના ધરણા
જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મોઢા ઉપર ઓક્સિજન માસ્ક પહેરીને અંબર સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. આ ધરણા યોજવાનો મુખ્ય હેતુ અરાવલી પર્વતના સમર્થનનો હતો. હાલ પરિસ્થિતિ મુજબ જે 100 મીટરથી નીચેના અરાવલી
કોંગ્રેસ અને એનએસયુઆઈ


જામનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મોઢા ઉપર ઓક્સિજન માસ્ક પહેરીને અંબર સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. આ ધરણા યોજવાનો મુખ્ય હેતુ અરાવલી પર્વતના સમર્થનનો હતો.

હાલ પરિસ્થિતિ મુજબ જે 100 મીટરથી નીચેના અરાવલી પર્વતો છે તેને ખનન માટે અને તોડવા માટે છૂટછાટ આપવામાં આવે તેવી સમસ્યા લોકોની સમક્ષ આવેલ છે, જો આવી પરિસ્થિતિ થાય તો અરવલ્લી પર્વતમાળા એટલે કે જે હિમાલય કરતા પણ જૂની પર્વતમાળા છે તેના અંદાજે 12000 થી વધુ પર્વતો છે અને ઉપરોક્ત 12 હજાર પર્વતમાળામાંથી અંદાજે 1,000 પર્વતો જ એવા છે કે જેની હાઈટ 100 મીટર કરતા ઊંચી છે એનો મતલબ એ થયો કે અંદાજે 90 ટકા જેટલા પર્વતોને તોડી પણ નાખવામાં આવે. માટે આ અરાવલીના સમર્થનમાં ધરણા યોજવામાં આવ્યા અને આ ધરણામાં ઓક્સિજન માસ્ક એટલે પહેરવામાં આવ્યા હતા કે આવનારી પેઢીને ઘરમાં માર્બલ નહીં હોય તો ચાલશે ,પથ્થર નહીં હોય તો ચાલશે, કોટા સ્ટોન નહીં હોય તો ચાલશે, સેવન સ્ટાર રિસોર્ટ નહી હોય તો ચાલશે,પરંતુ આવનારી પેઢીને ઓક્સિજન વગર નહીં ચાલે, આવનારી પેઢીને પાણી વગર નહીં ચાલે, અરાવલી પર્વતમાળા ના પ્રાણી પશુ પક્ષી વગર નહીં ચાલે, અને પહાડો તોડવા થી ઋતુચક્રમાં ફેરફાર થાય તે સ્વાભાવિક છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને વેગ મળે, હાલ જે સ્થિતિ દિલ્હીમાં છે તે સમગ્ર દેશમાં થતા વાર ના લાગે, રણ આગળ વધ રોકી ના શકાય અને અત્યંત ખરાબ પરિસ્થિતિ દેશમાં ભોગવવાનો વારો આવે તે પ્રકારની સમસ્યા ઊભી થાય માટે અરાવલી પર્વતના સમર્થનમાં તમામ લોકો આવે દેશનો એક એક નાગરિક જોડાઈ અને આ અરવલ્લી પર્વતમાળાને તૂટતા બચાવીએ તે હેતુસર આજે ધરણા ઉજવવામાં આવ્યા હતા.

ધરણાના કાર્યક્રમમાં ડો તોસીફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, આનંદભાઈ ગોહિલ, દેવરાજભાઈ ગોહિલ, દર્શન રાઠોડ, બીજરાજસિંહ સોઢા, મેહુલભાઈ વસિયર, દિવ્યરાજસિંહ જાડેજા, દિલીપ ગોધમ, વૈભવ ચુડાસમા, હરદીપસિંહ ઝાલા, અકીલ મોરવાડિયા વગેરે હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande