ચંદ્રુમાણા ગામે આરએસએસનું ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે ‘ઘર ઘર સંપર્ક અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો. બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી અભિયાનની શરૂઆત થઈ હતી. અભિયાન દરમિયા
ચંદ્રુમાણા ગામે આરએસએસનું ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે ‘ઘર ઘર સંપર્ક અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો. બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી અભિયાનની શરૂઆત થઈ હતી.

અભિયાન દરમિયાન ગામની તમામ શેરીઓ અને મહોલ્લાઓમાં ઘરે ઘરે સંપર્ક કરી ‘પાંચ પરિવર્તન’ વિષયક પત્રિકાઓ તથા પુસ્તકોનું વિતરણ કરાયું. તેમાં સારા વ્યવહાર, પ્રકૃતિ સંરક્ષણ, સામાજિક સમરસતા, સ્વદેશી ઉપયોગ અને પરિવાર પ્રબોધન જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં મહેસાણા વિભાગના પ્રવિણસિંહ ગોહિલ, તાલુકા સંઘચાલક રમેશભાઈ સોની સહિત અનેક કાર્યકરો જોડાયા. ચંદ્રુમાણા ગામના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા કાર્યકરોને શાલ અને ખેસ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande