સિદ્ધપુરમાં ‘મન કી બાત’ના 129મા એપિસોડનું, આયોજન કરવામાં આવ્યું
પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર 1 માં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 129મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો અને સ્થાનિક કાર્યકર
સિદ્ધપુરમાં ‘મન કી બાત’ના 129મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 28 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર શહેરના વોર્ડ નંબર 1 માં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 129મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે વડાપ્રધાનના સંબોધનને ધ્યાનપૂર્વક સાંભળ્યું અને રાષ્ટ્રસેવા તથા વિકાસલક્ષી મુદ્દાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું. ઉપસ્થિત સૌએ કાર્યક્રમમાં રજૂ થયેલા વિવિધ વિષયો અને દેશભરમાંથી મળતા સકારાત્મક સમાચારો અંગે ચર્ચા કરી હતી.

આ પ્રસંગે સિદ્ધપુર એપીએમસીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, જશુભાઈ પટેલ, રણજીતસિંહ સોલંકી અને કનુજી ઠાકોર સહિત અનેક પક્ષના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું કે ‘મન કી બાત’ કાર્યક્રમ રાષ્ટ્રસેવા માટે નવી ઊર્જા આપે છે અને જનભાગીદારી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande